સોરઠના તળપદા સમાજ જીવન ને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વેવિશાળ ફોક કરવા મથે છે અને એમની ચાલને સુશીલા, સુખલાલ, ભાભુ અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તોપણ એકંદરે નવલકથા સુગ્રથિત છે.
Read More