અપ્સરા મેનકા ને દુર્વાશાઋષિ ના શ્રાપ આપે છે તે ઘોડી બની જાય છે પણ દેવતા ઓ માફી માંગે છે એટલે મેનકા દિવસે ઘોડી અને રાત્રે અપ્સરા બની ને રહેશે. પરંતુ પૂર્ણ અપ્સરા ત્યારે જ બનશે જયારે સાડાત્રણ વજ્ર સ્પર્શ કરી ને મળે તો જ. ભગવાન શિવ નું ત્રિશુલ, કૃષ્ણ ભગવાનનું સુરર્શન અને હનુમાનજી અને ભીમા નું અડધું શરીર મળશે ત્યારે જ મેનકા અપ્સરા બની શકે.નારદ મુનિ ની મદદ કરવાનો પ્રયાસ કરે છે.દાંગવઁ રાજા ને આ ઘોડી અને અપ્સરા નો રાઝ જાણી જાય છે અને લગ્ન કરવા તૈયાર થાય છે. ભેદ કોઈ ને નહિ કહેવાનો, કોઈ એને દિવસે જોવે નહિઅને કોઈ પણ ને તે ઘોડી આપવી નહિ આ ત્રણ શરતો મૂકે છે પણ કૃષ્ણ ના દીકરા પ્રદ્યુમ્ન ને એ ઘોડી જ જોવે છે.દાંગવ મદદ માટે પાંડવો પાસે જાય છે અભિમન્યુ પ્રદ્યુમ્ન ની સામે યુદ્ધે ચડે છે?પણ મેનકા સ્વર્ગ માં આવે છે ?
Writer - ભરત એમ. ચકલાશીયા
RJ - HarshulRead More